
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તર્પણ માટે યાત્રિકોનો પ્રવાહ અવિરત વધી રહ્યો છે જેમાં 3 નવેમ્બરે વિધિવત્ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થવાનો છે તે અગાઉથી જ ઉત્તર ગુજરાતમાંથી યાત્રિકો તર્પણ વિધિ માટે ઉમટવા લાગ્યા છે જેમાં આ વર્ષે સરસ્વતી નદી મા જળ સંચય ની કામગીરી ને લઇને ચેકડેમ મા પાણી હોવાથી પોલીસ બંદોબસ્ત સાથે શ્રદ્ધાળુઓએ સરામણ વિધી પુર્ણ કરી.છેલ્લા 5 દિવસમાં જ બે લાખથી વધુ લોકોએ તર્પણ વિધિ કરાવી હોવાનું અનુમાન ગૌર મંડળ દ્વારા આપવામાં આવ્યું હતું.
સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં દર વર્ષે ભરાતો અર્પણ તર્પણ અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો તા.3 નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે સિદ્ધપુરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે ખુલ્લો મુકાશે. જોકે, લોક મેળા અગાઉથી યાત્રિકોનો પ્રવાહ અવિરત ચાલુ થઈ ગયો છે, જેમાં સરસ્વતી નદી તટે છેલ્લા 5 દિવસમાં અંદાજિત 2 લાખથી વધુ લોકોએ તર્પણ વિધિ કરાવી છે. જેને લઈ ચાલુ વર્ષે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સિદ્ધપુર નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા આયોજન માટે કામગીરી કરાઈ રહી છે.ચાલુ વર્ષે મેળામાં અંદાજિત 10 લાખ જેટલા ઉમટી પડે તેવી ધારણા છે.
ગોર મંડળના હિતેશભાઈ પાટીલે જણાવ્યું કે તેરસ રાત્રીથી પૂનમ સુધી સૌથી વધારે ધસારો રહેશે. દેવઉઠી એકાદશીએ પણ 90 હજારથી વધુ લોકો તર્પણ માટે આવ્યા હતા. સરસ્વતી નદી તટે છેલ્લા 5 દિવસથી તર્પણ વિધિ કરવા માટે ગોર મંડળના કહેવા મુજબ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી બે લાખથી વધુ સંખ્યામાં યાત્રિકોએ તર્પણ વિધિ કરાવી છે. દરરોજ 25 થી 30 હજાર લોકો તર્પણ વિધિ કરાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ