ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર રમી રહેલ 3 મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કમોસમી વરસાદ વચ્ચે પણ જુગારની મોસમ ખીલી ઉઠી હોય તેમ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત ચાર લોકોને ઝડપી લીધા હતા પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન નજીક જ
ઉદ્યોગનગર વિસ્તારમાં જુગાર રમી રહેલ 3 મહિલા સહિત 4 શખ્સો ઝડપાયા


પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામા કમોસમી વરસાદ વચ્ચે પણ જુગારની મોસમ ખીલી ઉઠી હોય તેમ પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત ચાર લોકોને ઝડપી લીધા હતા પોરબંદરના ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન નજીક જાહેરમા જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના અધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા શાંતિબેન નિલેષભાઈ શામળા,જાંજીબેન હરદાસભાઈ ઓડેદરા,કંચનબેન પ્રદિપભાઇ બસીયા અને પ્રવિણભાઈ માલદેભાઇ શીંગરખીયાને જુગાર રમતા ઝડપી લઇ સ્થળ પરથી રૂ.4350નો મુદામાલ કબ્જે કરી તેમની સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande