અમરોલીમાં સ્ટ્રીટ ડોગ પર નિર્દય હુમલો: પિતા-પુત્ર સહિત ત્રણ સામે ગુનો દાખલ
સુરત, 1 નવેમ્બર (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શિવમ રો-હાઉસમાં બેદરકારી અને ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા સ્ટ્રીટ ડોગ ‘રાની’ને લાકડીથી માર મારતા તેને ગંભીર ઈજા થવા પામી. આ ઘટનાને પગલે પ્રાણીપ્રેમી નર્સ મનીષાબેન ગોહિલએ તા
Surat


સુરત, 1 નવેમ્બર (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા શિવમ રો-હાઉસમાં બેદરકારી અને ક્રૂરતાની એક ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા સ્ટ્રીટ ડોગ ‘રાની’ને લાકડીથી માર મારતા તેને ગંભીર ઈજા થવા પામી. આ ઘટનાને પગલે પ્રાણીપ્રેમી નર્સ મનીષાબેન ગોહિલએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઘટના 22 સપ્ટેમ્બરનાં રાત્રે બની હતી. મનીષાબેન ઘરે પરત ફરતાં સોસાયટીની યુવતીઓએ તેમને જાણ કરી કે, દશરથભાઈ, તેમના પુત્ર મિલન અને તેમના સાથીદાર એક અન્ય યુવકે મળીને રસ્તા પર રહેનારી રાનીને બામ્બુ વડે વારંવાર માર્યો હતો. મારથી તેની આંખ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. નર્સ હોવાના કારણે મનીષાબેને તરત જ શ્વાનને પેટ ક્લિનિકમાં લઈ જઈ સારવાર કરાવી.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉથી પણ સોસાયટીમાં લોકોને રાનીને ખાવાનું ન આપવા દબાણ કરતા હતા. આરોપીઓ લૂમ્સ નો વ્યવસાય કરે છે અને સોસાયટીમાં જ રહે છે. આ હિંસક વર્તનથી સોસાયટીમાં પ્રાણીઓ પ્રત્યે ની સંવેદના અને માનવતા અંગે ભારે ચર્ચા શરૂ થઈ છે.

અમરોલી પોલીસએ મનીષાબેનની ફરિયાદ આધારે પિતા-પુત્ર સહિત ત્રણેય સામે ગુનો નોંધ્યો છે અને તપાસ આગળ વધી રહી છે. સમાજમાં આવા કૃત્યોને કાયદો અવગણે નહીં તેવો સંદેશ આ કાર્યવાહી માધ્યમથી મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande