
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.): સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે મહિલાની પ્રાઈવસીનો ભંગ કરાયાની ઘટના સામે આવી છે. તા. 31 ઓક્ટોબર, 2025ના રોજ બપોરના સમયે એક મહિલા પોતાના મામાના ઘરે ખુલ્લા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી.
તે દરમિયાન ગામના રહેવાસી વશરામ આહીર નામના ઈસમે જાહેર રસ્તાની દીવાલ પર ચડી મહિલાની સંમતિ વિના પોતાના મોબાઈલમાં તેનો વીડિયો ઉતાર્યો હતો. મહિલાએ આ બાબતે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ઈસમ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 77 હેઠળ પ્રાઈવસીના ઉલ્લંઘનનો તથા આઈટી એક્ટની કલમ 67(ઈ) હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ સાંતલપુર પોલીસ આ મામલે કાયદેસરની વધુ તપાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ