સરદાર માર્કેટ વિસ્તારની લૉજમાં નશીલી પદાર્થ વેચાણની ચકચારી રહેંક: ટ્રક ડ્રાઇવર અને મજૂરોને પાવડર મિશ્રણ પીવડાવતો સંચાલક ઝડપાયો
સુરત, 1 નવેમ્બર (હિ.સ.): સુરતના પુણા વિસ્તારમાં પોલીસને ગુપ્ત માહિતી પરથી સરદાર માર્કેટ પાસે આવેલી એક લૉજમાં નશીલા પદાર્થનું ગેરકાયદેસર વેચાણ ચાલતું હોવાનું જાણવા મળ્યું. પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરીને લૉજ સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલને પકડ્યો. આ
Surat


સુરત, 1 નવેમ્બર (હિ.સ.): સુરતના પુણા વિસ્તારમાં પોલીસને ગુપ્ત માહિતી પરથી સરદાર માર્કેટ પાસે આવેલી એક લૉજમાં નશીલા પદાર્થનું ગેરકાયદેસર વેચાણ ચાલતું હોવાનું જાણવા મળ્યું. પોલીસ ટીમે તાત્કાલિક રેડ કરીને લૉજ સંચાલક ખેમારામ ખુમારામ બેનીવાલને પકડ્યો. આરોપી પાણીમાં પાવડર ભેળવી નશો તૈયાર કરતો અને ખાસ કરીને ટ્રક ડ્રાઇવર તથા મજૂર વર્ગને પ્રતિ ગ્લાસ બે સો રૂપિયા લઈને આપી દેતો હતો.

તપાસ દરમિયાન પોલીસે 1.306 કિલો પોષ ડોડાનો પાવડર મળી કુલ રૂપિયા 28,280 કિંમતનો માલ કબજે કર્યો. પ્રાથમિક પૂછપરછમાં ખેમારામે સ્વીકાર્યું કે લૉજમાં આવનારા મજૂર અને ડ્રાઇવરોમાં આ નશો લોકપ્રિય હતો અને તે સ્વયં પણ તેનો ઉપયોગ કરતો હતો. પોલીસ દ્વારા તેના વિરુદ્ધ એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધાયો છે અને વધુ પૂછપરછ ચાલુ છે.

આ નશીલા પદાર્થનો પુરવઠો રાજસ્થાનના બાડમેરમાંથી થતો હતો એવી માહિતી સામે આવી છે. આરોપીનું કહેવું છે કે તેને આ પાવડર તારાચંદ ભાગારામ બનિવાલ પાસેથી મળતું હતું. પોલીસ હવે તારાચંદને વોન્ટેડ જાહેર કરીને તેની શોધમાં લાગી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande