કમોસમી વરસાદના પગલે રાજ્ય સરકારનો હકારાત્મક અભિગમ, ગીર સોમનાથ જિલ્લામાં પશુપાલકોને ઘાસનું વિતરણ શરૂ
ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : તાજેતરમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા
કમોસમી વરસાદના પગલે


ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : તાજેતરમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

મંત્રીઓ દ્વારા આ અંગે એક સમીક્ષા બેઠક પણ યોજવામાં આવી હતી. જે અંતર્ગત મંત્રીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે ઘાસ-ચારાની વ્યવસ્થા કરવા અંગે હકારાત્મક સૂચનાઓ આપવામાં આવી હતી. જેનો સત્વરે અમલ થતાં જિલ્લાને જરૂરી ઘાસચારાની ફાળવણી કરવામાં આવી છે અને જેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

હાલ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે ગીર સોમનાથ જિલ્લામાં પશુઓ માટે ઘાસ-ચારાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પગલે ગીર સોમનાથ જિલ્લા માટે ૯૮,૦૫,૪૮૦ કિ.ગ્રા. ઘાસના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.

જે પૈકી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તથા વેરાવળ ઘાસ ડેપોમાં ઉપલબ્ધ ૩,૨૨,૦૦૦ કિ.ગ્રા. ઘાસનું ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં તાલાલા ખાતે તેમજ વેરાવળ તથા સૂત્રાપાડા તાલુકામાં પશુપાલકોને વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

આ સાથે જ સત્વરે બાકીના તાલુકાઓમાં ઘાસ વિતરણ અંગેની પ્રક્રિયા સત્વરે શરૂ કરી સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસ-ચારો મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande