બસ સ્ટેશનના સફાઇ કામદારોની કામગીરીને બિરદાવતું એસ.ટી.તંત્ર
વેરાવળ, તાલાલા, સોમનાથ અને આંકોલવાડી સહિતના સફાઈ કામદારોને મીઠાઇ-કપડા સહિતની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કર્યા ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ, સોમનાથ, તાલાલા અને આંકોલવાડી સહિતના બસ સ્ટેશનને સ્વચ્છ રાખતા સફાઇ કામદારોની કામગીરીને એસ.ટી.તંત્રએ બ
બસ સ્ટેશનના સફાઇ કામદારોની


વેરાવળ, તાલાલા, સોમનાથ અને આંકોલવાડી સહિતના સફાઈ કામદારોને મીઠાઇ-કપડા સહિતની વસ્તુઓ આપી પ્રોત્સાહિત કર્યા

ગીર સોમનાથ, 1 નવેમ્બર (હિ.સ.) : વેરાવળ, સોમનાથ, તાલાલા અને આંકોલવાડી સહિતના બસ સ્ટેશનને સ્વચ્છ રાખતા સફાઇ કામદારોની કામગીરીને એસ.ટી.તંત્રએ બિરદાવી હતી અને દરેક સફાઇ કામદારોને સન્માનિત કરી મીઠાઇ, કપડા આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશન ખાતે હજારો મુસાફરોની અવર-જવર રહેતી હોય છે જેને કારણે ગંદકી થવી સ્વભાવિક છે. પરંતુ ગંદકીને દૂર કરવા સફાઇ કામદારો યોગ્ય રીતે કામ કરી પોતાની ફરજ બજાવી એસ.ટી. બસ સ્ટેશનને સ્વચ્છ રાખે છે. ત્યારે સરકારના સફાઇ અભિયાનને સાર્થક કરવામાં સફાઇ કામદારોનો પણ સિંહફાળો રહેલો છે.

તેમણે વધુમાં કહ્યું કે, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વેરાવળ ડેપોના કાર્યક્ષેત્રમાં આવતા વેરાવળ બસ સ્ટેશન, વર્કશોપ, આંકોલવાડી કંટ્રોલ પોઇન્ટ, તાલાલા કંટ્રોલ પોઇન્ટ, સોમનાથ કંટ્રોલ પોઇન્ટ ખાતેના સફાઈ કામદારો દ્વારા સફાઈ અભિયાન હાથ ધરી સ્વચ્છતા જાળવી હતી.

આથી આ તમામ સફાઈ કામદારોને પુષ્પ ગુચ્છ સન્માતિ કરી મીઠાઈ અને કપડાંની જોડી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande