જૂનાગઢ સંગ્રહાલય તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી બંધ રહેશે
જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના સરદારબાગ ખાતેના જૂનાગઢ સંગ્રહાલય ''તાજમંઝિલ'' ઈમારતનું મરામત અને જાળવણીનું “સિવીલ વર્ક અને ઈલેકટ્રીકલ વર્ક'' ચાલુ હોવાથી જાહેર જનતા, પ્રવાસી, મુલાકાતિઓ માટે આ સંગ્રહાલય તા. ૩૧- ૧૦- ૨૦૨૫ થી તા.૩૧- ૦૧- ૨૦૨૬ સ
જૂનાગઢ સંગ્રહાલય તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી બંધ રહેશે


જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના સરદારબાગ ખાતેના જૂનાગઢ સંગ્રહાલય 'તાજમંઝિલ' ઈમારતનું મરામત અને જાળવણીનું “સિવીલ વર્ક અને ઈલેકટ્રીકલ વર્ક' ચાલુ હોવાથી જાહેર જનતા, પ્રવાસી, મુલાકાતિઓ માટે આ સંગ્રહાલય તા. ૩૧- ૧૦- ૨૦૨૫ થી તા.૩૧- ૦૧- ૨૦૨૬ સુધી બંધ રાખવામાં આવ્યું છે. જેની સૌ જાહેર જનતા અને સંબંધિતોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે, તેમજ જૂનાગઢના સંગ્રહાલયના વ્યવસ્થાપકો દ્વારા આ અસુવિધા માટે દિલગીરી વ્યકત કરી છે અને વધુ સુવિધા અને ગુણવતાયુકત સંગ્રહાલય લોકોની સેવામાં સત્વરે ખુલ્લું મુકવામાં આવશે. તેમ જૂનાગઢ સંગ્રહાલયના કયુરેટરની યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande