જુનાગઢ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં 'યુનિટી માર્ચ' પદયાત્રા
જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના આઝાદી દિવસ ૯મી નવેમ્બરે રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાનાર ''એકતા માર્ચ'' નો રાજ્યવ્યાપી જૂનાગઢ ખાતેથી પ્રારંભ થશે. સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં જૂનાગઢ શહેરમાં યોજાનાર ''એકતા મ
યુનિટી માર્ચ' પદયાત્રા


જૂનાગઢ, 1 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના આઝાદી દિવસ ૯મી નવેમ્બરે રાજ્યમાં વિધાનસભા વિસ્તારવાર યોજાનાર 'એકતા માર્ચ' નો રાજ્યવ્યાપી જૂનાગઢ ખાતેથી પ્રારંભ થશે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં જૂનાગઢ શહેરમાં યોજાનાર 'એકતા માર્ચ'ના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવાસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, અગ્રણી નિર્ભય પુરોહિત સહિતના પદાધિકારી અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું, આ પદયાત્રાનો ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતેથી પ્રારંભ થશે અને શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને કાળવા ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પ્રતિમા ખાતે સમાપન થશે. આ યુનિટી માર્ચ આશરે ૧૦ કિલોમીટરની રહેશે.

આ રાજ્યકક્ષાના કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લાના સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓએ લોકોના આવા ગમન, ટ્રાફિક નિયમન, સ્ટેજ, સફાઈ સહિતની જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં જિલ્લા કલેકટરએ જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા.

આ ' યુનિટી માર્ચ' પદયાત્રામાં જૂનાગઢ શહેરના નગરજનો, સામાજિક સેવાકીય સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, વ્યાપારી એકમો સહિત સૌ કોઈ જોડાશે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જૂનાગઢના આઝાદી દિવસ ૯મી નવેમ્બરે યોજાનાર 'એકતા માર્ચ' માં નાગરિકોને જોડાવવા માટે અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના સ્વતંત્રતા ઇતિહાસમાં જૂનાગઢની આઝાદીનું અનોખું પ્રકરણ રહ્યું છે. જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકા રહી હતી. ઉપરાંત સરદાર પટેલના દ્રઢ નેતૃત્વ, કુટનીતિક કૌશલ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યે અતૂટ પ્રતિબદ્ધતા આજે પણ પેઢીઓને પ્રેરિત કરે છે, આ યુનિટી માર્ચ પદયાત્રા તેમની અમર વિરાસતને સમર્પિત છે.

આ એકતા માર્ચ પદયાત્રાના રૂટ નિરીક્ષણમાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, માર્ગ અને મકાન વિભાગના નાઘેરા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande