વ્હોટ્સએપ પર ઊભો થયો પ્રેમ: પરિણીતાને લગ્નનો ભરોસો આપીને રિક્ષાચાલક દ્વારા શોષણ અને લાખોની છેતરપિંડી
સુરત, 1 નવેમ્બર (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી એક ઘટનામાં પરિણીતા મહિલાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા રિક્ષાચાલકે પ્રેમ અને લગ્નના નામે છેતરપિંડી કરીને શારીરિક તેમજ આર્થિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે. 32 વર્ષની પરિણીતા સા
Rape case


સુરત, 1 નવેમ્બર (હિ.સ.) : સુરતના અમરોલી વિસ્તારમાં બનેલી એક ઘટનામાં પરિણીતા મહિલાને સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા રિક્ષાચાલકે પ્રેમ અને લગ્નના નામે છેતરપિંડી કરીને શારીરિક તેમજ આર્થિક શોષણ કર્યું હોવાનું સામે આવ્યું છે.

32 વર્ષની પરિણીતા સાડીમાં સ્ટોનનું કામ કરતી હતી અને સાડી લાવા-લઈ જવા માટે સમયાંતરે એક રિક્ષાચાલક સાથે સંપર્કમાં આવતી. ધીમે ધીમે વ્હોટ્સએપ દ્વારા વાતચીત વધતી ગઈ અને પ્રેમ સંબંધ ઉભો થયો. આરોપી રિક્ષાચાલકે લગ્ન કરવાની ખાતરી આપી મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

આ દરમિયાન તહેવાર અને અન્ય બહાનાઓ બનાવી મહિલાથી લગભગ 4.50 લાખ રૂપિયા અને દાગીના લઈ લીધા હતા. પ્રેમ અને લગ્નના વચનોથી પ્રભાવિત મહિલા અંતે પોતાના પતિથી છૂટાછેડા લઈને આરોપી સાથે રહેવા લાગી.

પરંતુ છૂટાછેડા બાદ આરોપી અને તેના પરિવારજનો મહિલા સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા અને અંતે તેને ઘરમાંથી કાઢી મુકાઈ. દબાણ અને ધમકીઓ બાદ મહિલાએ આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસ ઘટનાની વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande