
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે રહેતા એક પ્રૌઢે અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ભારે ગમગીની છવાઇ ગઇ હતી કુતિયાણાના ખાગેશ્રી ગામે રહેતા તુલસીભાઇ ચનાભાઈ નારેજા (ઉં.વ 53)નામના પૌઢે પોતાના રહેણાંક મકાનના ઉપલા માળે જઈ અને ઝેરી દવા પી લીધી હતી આ બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને તુલસીભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જયાં સારવાર કારગત નહિં નિવડતા તેમનુ મોત નિપજયુ હતુ. પ્રૌઢે કયાં કારણોસર આપઘાત કર્યો તે અંગે કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya