કડી તાલુકામાં ત્રીજા વર્ષે પણ ડાંગર પાકને માવઠાનો માર, ખેડૂતો વળતર માટે સરકારની રાહમાં
મહેસાણા, 1 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ સેજાના આશરે 60 ગામોમાં દર વર્ષે વિશાળ પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ સતત ત્રીજા વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કાપણીના સમયે પડેલા વરસાદથી ખેતરોમાં પા
કડી તાલુકામાં ત્રીજા વર્ષે પણ ડાંગર પાકને માવઠાનો માર, ખેડૂતો વળતર માટે સરકારની રાહમાં

કડી તાલુકામાં ત્રીજા વર્ષે પણ ડાંગર પાકને માવઠાનો માર, ખેડૂતો વળતર માટે સરકારની રાહમાં

કડી તાલુકામાં ત્રીજા વર્ષે પણ ડાંગર પાકને માવઠાનો માર, ખેડૂતો વળતર માટે સરકારની રાહમાં

મહેસાણા, 1 નવેમ્બર (હિ.સ.) : મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખાવડ સેજાના આશરે 60 ગામોમાં દર વર્ષે વિશાળ પ્રમાણમાં ડાંગરનું વાવેતર થાય છે, પરંતુ સતત ત્રીજા વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કાપણીના સમયે પડેલા વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાક સડી ગયો છે અને ખેડૂતોના વર્ષભરના મહેનતના ફળ પર પાણી ફરી વળ્યું છે.

ખાવડ અને આસપાસના વિસ્તારોમાં આશરે 700 થી 800 હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી થાય છે. ખેડૂત વિજયભાઈ પટેલ જણાવે છે કે ખેતરોમાં પાણી ભરાઈ જતાં હવે રવિ સીઝનનું ઘઉં વાવેતર પણ મોડું થશે. સામાન્ય રીતે એક વીઘામાંથી 60 મણ ઉત્પાદન અને 10 થી 12 હજાર રૂપિયાનો નફો મળતો હોય છે, પરંતુ આ વર્ષે પાક બગડતાં એક રૂપિયાનો પણ ઉપજ મળશે કે નહીં એ શંકાસ્પદ છે.

ખેડૂત રાવળ રવિભાઈ અને સંજયકુમાર પટેલ જણાવે છે કે ભીનો પાક કોઈ વેપારી ખરીદવા તૈયાર નથી અને મજૂરીથી પાક કાઢવો પણ મુશ્કેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી ડાંગરમાં સતત નુકસાન થતાં ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરીને હેક્ટર મુજબ વળતર અને વીમા સહાય આપવાની માંગ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande