
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : ગાંધીભૂમિ પોરબંદરમાં દેશી દારૂની નદીઓ વહે છે ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા દેશીદારૂ ઝડપવાની કામગીરી કરવામાં આવે છે રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા એક દિવસમાં 540 લીટર દેશી દારૂ તથા 1 કાર તથા 1 મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.2,13,00પ/- ના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન. તળાવીયા દ્વારા રાણાવાવ પો.સ્ટાફને પ્રોહી પ્રવૃતિ કરતા ઈસમોને ત્યાં રેઈડો કરવા સુચના કરવામાં આવી હતી જે અન્વયે રાણાવાવ પો.સ્ટે. ના પો.સબ.ઈન્સ. આર.વી. મોરી તથા પોલીસ સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બીલેશ્વર ગામ ફોરેસ્ટની ઓફીસ સામે રોડ પર એક ઈસમ કારમાં દેશી દારૂ લઈને આવતો હોવાની બાતમી મળી હતી જે આધારે તપાસ હાથ ધરતા કારમાંથી લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. આ મામલે રાણાવાવ પોલીસે કાર, ફોન અને દેશી દારૂ સહીત 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલક પ્રફુલ બાબુભાઈ હુણ, ભુરા લખમણ મોરી અને વિજય લાખા હુણ વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરી રાણાવાવ પો.સ્ટે.ના પો.ઈન્સ. એન.એન.તળાવીયા, પો.સબ.ઈન્સ. આર.વી. મોરી, પો.હેડ.કોન્સ. બી.જે.દાસા, વાય.એસ. વાળા તથા પો.કોન્સ. સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઈ, ભરત કાનાભાઈ, કુણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya