વેરાઈ ચકલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા: 12 જુગારીઓ ઝડપાયા, ₹1.83 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના વેરાઈ ચકલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય દ્વારા સંગઠિત જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. એએસઆઇ દિલીપકુમાર ગોવિંદભાઈ અનાર્મના નેતૃત્વ હેઠળની ટીમે વંદના ગોડાઉન પાસે આવેલી પતરાની શેડવાળી જગ્યા
વેરાઈ ચકલા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા — 12 જુગારીઓ ઝડપાયા, ₹1.83 લાખનો મુદ્દામાલ જપ્ત


પાટણ, 1 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના વેરાઈ ચકલા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ, ગુજરાત રાજ્ય દ્વારા સંગઠિત જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. એએસઆઇ દિલીપકુમાર ગોવિંદભાઈ અનાર્મના નેતૃત્વ હેઠળની ટીમે વંદના ગોડાઉન પાસે આવેલી પતરાની શેડવાળી જગ્યામાં 12 ઈસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓની પાસે તથા સ્થળ પરથી કુલ ₹31,210 રોકડ રકમ, ₹92,000ના 11 મોબાઇલ ફોન, ₹60,000ની કિંમતનું એક્ટિવા વાહન અને જુગારના સાધનો સહિત કુલ ₹1,83,210 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં મુખ્ય ચાલવનાર ભાગીદારો ઠાકોર રવુજી મગુજી, પઠાણ સલીમખાન સોહરાબખાન અને જગ્યા ભાડે આપનાર ઠાકોર મંગાજી જગુજી દરોડા દરમિયાન ફરાર થઈ ગયા હતા. પોલીસ તેમના શોધખોળ માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે, જ્યારે ઝડપાયેલા કેટલાક આરોપીઓ અગાઉ પણ ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande