
પાટણ, 1 નવેમ્બર (હિ.સ.): સિદ્ધપુરના પરંપરાગત લોકમેળામાં દર વર્ષે શેરડીનું વિશાળ બજાર જામે છે, જે મેળાની આગવી ઓળખ ગણાય છે. મેળામાં આવતા લોકો માટે શેરડી એક આકર્ષણ બની રહે છે. પાલનપુરના શેરડી વેપારી રાકેશભાઈ દેવીપૂજક જણાવે છે કે આ વર્ષે વરસાદના કારણે શેરડીના પાકને નુકસાન થયું છે. જેના પરિણામે આ વખતે સામાન્ય કરતા ઓછી ગાડીઓ ઉતારી શકાઈ છે. હાલમાં મેળામાં આશરે 30 થી 40 ગાડીઓ શેરડી આવી છે, જેમાં દરેક ગાડીમાં 8 થી 10 ટન શેરડી લાવવામાં આવી છે. હાલમાં શેરડી રૂ. 80, રૂ. 100 અને રૂ. 120 પ્રતિ ભારીના ભાવેથી વેચાણમાં છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ