





પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.): પોરબંદર સહિતના રાજયમા કમોસમી વરસાદને કારણે મગફળી સહિતના પાકને નુકશાન થયે છે પોરબંદર જીલ્લામાં શુક્રવારે રાત્રીના સમયે બરડા પંથકના ગામોમામા પાંચ થી છ ઇંચ વરસાદ પણ મગફળીનો પાક સંપૂર્ણ પણ ધોવાય ગયો છે. અને ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે પોરબંદર શહેર સહિત જીલ્લામા છેલ્લા પાંચ છ દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ પડી રહ્યો છે. શુક્રવારની રાત્રીના પોરબંદર જીલ્લાના બરડા પંથકના ગામોમા પાંચથી છ ઇંચ વરસાદ પડતા નદી નાળા છલકયા હતા અને વાડી ખેતરો છલકાયા હતા મગફળીનો પાક તૈયાર થયેલ ખેતરમા પડયો હતો તેમા પાંચ થી છ ઇંચ વરસાદ પડતા પાક પાણીમા તણાઈ ગયો હતો બરડા પંથકમા અષાઢ જેવો માહોલ કારતક માસમા જોવા મળ્યો હતો પોરબંદર શહેરમા રાત્રીના સમયે ધીમીધારે વરસાદ પડયો હતો રાણાવાવ તાલુમામા 9 મીમી અને કુતિયાણા તાલુકામા 3 મીમી વરસાદ નોધાયો હતો પોરબંદર જીલ્લામા કમોસમી વરસાદને પગલે ભારે તારાજી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya