હરિમંદિર ખાતે તુલસિવિવાહની ધામધૂમ થી ઉજવણી કરાશે
પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી 02 નવેમ્બર 2025 રવિવારના રોજ સાંજે
હરિમંદિર ખાતે તુલસિવિવાહની ધામધૂમ થી ઉજવણી કરાશે.


હરિમંદિર ખાતે તુલસિવિવાહની ધામધૂમ થી ઉજવણી કરાશે.


હરિમંદિર ખાતે તુલસિવિવાહની ધામધૂમ થી ઉજવણી કરાશે.


પોરબંદર, 1 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતન સ્થિત શ્રીહરિ મંદિરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી 02 નવેમ્બર 2025 રવિવારના રોજ સાંજે 6:30 વાગ્યે પોરબંદર શહેરથી જાન પ્રસ્થાન થશે જે સાંજે 07:30 વાગ્યે સાંદીપનિ શ્રીહરિ મંદિરમાં વાજતે ગાજતે જાન આગમન થશે.

જેમાં પોરબંદર શહેરના નાગરિકો ભગવાન શાલિગ્રામની જાન લઈને શ્રીહરિ મંદિરમાં આવશે. શાલિગ્રામ ભગવાનની જાનનું મંદિરના પ્રાંગણમાં ભવ્ય સ્વાગત થશે એ સમયે આતશબાજી પણ કરવામાં આવશે. ત્યારબાદ 8:30 વાગ્યે શ્રીહરિ મંદિરમાં ભગવાન શાલિગ્રામના તુલસીજી સાથે વિધિવિધાનથી વિવાહ ઉત્સવ સંપન્ન થશે. ભગવાન શાલિગ્રામ સાથે લક્ષ્મીસ્વરૂપ તુલસીજીના વિવાહના પાવન પ્રસંગના દર્શન અને સાક્ષી બનવા માટે સર્વે હરિ ભક્તોને હાર્દિક આમંત્રણ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande