અમરેલીમાં કમોસમી વરસાદ: ધારીના સરસીયા ગામમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત
અમરેલી,1 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ધારી તાલુકાના સરસીયા ગામમાં મકાન ધરાશાયી થવાની દુઃખદ ઘટના બની છે. દરમિયાન એક આધેડ મહિલાનું મોત પણ થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, સરસીયા ગ
અમરેલીમાં કમોસમી વરસાદ: ધારીના સરસીયા ગામમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત


અમરેલી,1 નવેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં કમોસમી વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. ખાસ કરીને ધારી તાલુકાના સરસીયા ગામમાં મકાન ધરાશાયી થવાની દુઃખદ ઘટના બની છે. દરમિયાન એક આધેડ મહિલાનું મોત પણ થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સરસીયા ગામમાં અલગ-અલગ સ્થળે 3 જેટલા મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. મકાન ધરાશાયી થવાની મુખ્ય કારણ સતત અને ભારે વરસાદ હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે જમીન દોસ્ત થઈ ગયાની સ્થિતિ સર્જાઈ. મકાન ધરાશાયી થતાં અનેક પરિવારો ઘરો ખાલી કરીને સલામત જગ્યાએ પરિવર્તિત થયા છે.

આ અકસ્માતથી પૂરતી સાવચેતી રાખવાની અને વધારે નુકસાન ટાળવા માટે લોકો પાસે રહેલા ખતરનાક મકાનોમાંથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande