નારી સંરક્ષણ કેન્દ્રના પ્રયાસોથી પીડિત મહિલા પરિવાર સાથે ફરી મળી
નવસારી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી, નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 ઉંમ
Navsari


નવસારી, 1 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ,ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેંદ્ર, ખુંધ,ચીખલી, નવસારીની સંસ્થામાં પિડીત, અનાથ, ઘરેલુ હિંસાનો ભોગ બનનાર, દિવ્યાંગ, માનસિક બિમાર, હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે 18 થી 59 ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે. તે ઉપરાંત શૈક્ષણિક, આરોગ્યલક્ષી, બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ અને સામાજિક અને ધાર્મિક વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે અને કાઉન્સેલિંગ કરી બહેનનું પરીવારમાં યોગ્ય પુન:સ્થાપન થાય તે હેતુથી બહેનને પ્રવેશ અને પુન:સ્થાપનની કામગીરી કરવામાં આવે છે.

આશ્રિત બહેનોનું પુન:સ્થાપન બે પ્રકારે કરવામાં આવે છે. અનાથ બહેનોનું લગ્ન દ્વારા તથા રોજગારી પુરી પાડી અથવા નોકરી લગાવીને પુન:સ્થાપન અન્ય બહેનોનું કુટુંબમાં પુન:સ્થાપન તથા અન્ય સંસ્થામાં ફેરબદલી દ્વારા. સંસ્થામાં વસવાટ દરમ્યાન આશ્રિત બહેનોને તમામ પ્રકારની સુવિધાઓ વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે.

નવસારી જિલ્લાના ખુંધ-ચીખલી ખાતે આવેલા નારી સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા 10 દિવસથી એક 22 વર્ષની પરિણીત બહેનને આશ્રય આપવામાં આવ્યો હતો. તેમને મરોલી પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે અહીં રાખવામાં આવ્યા હતા.

આ બહેન મૂળ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના રહેવાસી છે. લગ્ન પછી સાસરી તરફથી માનસિક અને શારીરિક ત્રાસ મળતા તેઓ ઘરેથી નીકળી ગયેલ. પતિ તથા સાસરી પરિવાર સાથે રહેવા તેઓ તૈયાર ન હતા અને પોતાના માતા-પિતા સાથે રહેવા ઈચ્છતા હતા. નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા બહેનના પરિવાર સાથે સંપર્ક કરી પરિસ્થિતિ સમજાવવામાં આવી. બાદમાં બહેનના ભાઈ અને સગા તેમને લેવા ખુંધ આવ્યા, જ્યાંથી બહેન સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે પરત ગયા.બહેનના પરિવારે નારી સંરક્ષણ કેન્દ્રની મેનેજર ભાવિનાબેન આહિર તથા ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande