જામનગરના ધ્રોલ પંથકમાં ખેતમજૂરી કરતા યુવકે આપઘાત કર્યો, પત્ની પણ લાપતા બની જતા ચકચાર
જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહી ખેત મજૂરી કરતા યુવાને આપઘાત કર્યો હોવાનો અને તેની પત્ની ગુમ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જોકે યુવાનના મૃતદેહના પીએમ રિપોર્ટમાં યુવા
યુવાનનો આપઘાત, પત્ની ગુમ


જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે રહી ખેત મજૂરી કરતા યુવાને આપઘાત કર્યો હોવાનો અને તેની પત્ની ગુમ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

જોકે યુવાનના મૃતદેહના પીએમ રિપોર્ટમાં યુવાનને આપઘાત કર્યો હોવાનું સામે આવતા હાલ પોલીસે આ દિશામાં તપાસ આરંભી છે. બીજી તરફ મૃતક યુવાનની લાપતા પત્નીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ શંકાસ્પદ પ્રકરણની જાણવા મળતી વિગત અનુસાર જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામે લગધીરસિંહ રતુભા જાડેજાની વાડીમાં રહી ખેત મજૂરી કરતા મૂળ અલીરાજપુર જિલ્લાના ગોરધનભાઈ દિનેશભાઈ વાસુનીયાએ આપઘાત કરી લીધો હતો.

ગોરધનભાઈએ ગત તા. 30 ના રોજ કોઈ કારણસર લગધીરસિંહ રતુભા જાડેજાની વાડીએ આવેલ ગોડાઉનમાં ગળેફાંસો ખાય મોત વ્હાલું કરી લીધું હતું. જે અંગે જાણ થતા ધ્રોલ પોલીસ દોડી ગઈ હતી. જ્યાં યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી ફોરેન્સિક રિપોર્ટ અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન રિપોર્ટમાં યુવાને કોઈ કારણસર આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.

બીજી તરફ ગોરધનભાઇના 19 વર્ષીય પત્ની રાહલીબેન વાસુનીયા કોઈને કહ્યા વગર વાડીએથી ક્યાંક ચાલ્યા જતા ધ્રોલ પોલીસમાં ગુમનોંધ કરાવાઈ છે. પોલીસ દ્વારા હાલ રાહલી બેનની શોધખોળ આદરવામાં આવી છે. પતિના મોત બાદ આઘાત લાગતા પત્ની વાડીએથી ક્યાંય ચાલ્યાં ગયાં હોવાની પ્રાથમિક વિગતના આધારે પોલીસ શોધખોળ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande