
ગીર સોમનાથ 11 નવેમ્બર (હિ.સ.) આંકોલવાડી ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ પીઅર એજ્યુકેટર્સની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. પીઅર એજ્યુકેટર્સ એટલે હમઉમ્ર કિશોરોને વૃદ્ધિના તબક્કા દરમિયાન અસંખ્ય પડકારોનો સામનો કરવા અને તેમને ઉપલબ્ધ તકોનો શ્રેષ્ઠ રીતે ઉપયોગ કરવા માટે માર્ગદર્શન અને મદદ કરવા માટે પસંદ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 10 થી 19 વર્ષનાં કિશોર યુવક - યુવતીઓને પોષણ, જાતીય પ્રજનન સ્વાસ્થ્ય, બિન-ચેપી રોગો, વ્યસની પદાર્થનો માનસિક સ્વાસ્થ્ય વિશેની સમજણ આપવામાં આવી હતી. પીઅર એજ્યુકેટર્સની પસંદગીનો હેતુ એ છે કે, પ્રશિક્ષિત સાથીઓ પાસેથી શીખવાનું પ્રોત્સાહન મળે અને આરોગ્ય સેવાઓ મેળવવામાં કિશોરો દ્વારા અનુભવાતા ભય અથવા અવરોધોને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ