
પોરબંદર, 11 નવેમ્બર (હિ.સ.)દિવાળીના વેકેશનમાં પણ મનમાની ચલાવીને પોરબંદરમાં શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી આથી આવી શાળાઓને ઉચ્ચકક્ષાએ થયેલી ફરીયાદ બાદ નોટિસ પાઠવવામાં આવી છે.
પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે,શિક્ષણ વિભાગ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમો મુજબ વેકેશન અને જાહેર રજા દરમિયાન શાળામા શૈક્ષણિક કાર્ય સંપુર્ણ બંધ રાખવાનુ હોય, વેકેશન દરમિયાન શાળાઓની સ્થળ તપાસ કરતા સિગ્મા માધ્યમિક શાળા-વનાણા,સિગ્મા ઉચ્ચતર માધ્યમિક શાળા વનાણા,સિગ્મા અંગ્રેજી માધ્યમ શાળા વનાણા,રાજશાખા વિજ્ઞાન પ્રવાહ શાળા વનાણા તથા કસ્તુરબા વિદ્યાલય બોખીરા પોરબંદર એમ આ પાંચ શાળાઓમાં વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય ચાલુ જોવા મળતા તેમને નોટિસ પાઠવી ખુલાસો મંગવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya