




પોરબંદર, 11 નવેમ્બર (હિ.સ.)રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 લોકોના મોત થઈ ગયા હતા. જોકે આજે મૃતકાંક વધીને 12 પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો સંવેદનશીલ કરતો દરીયાકાંઠાના જિલ્લાઓમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. તેજ અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ પણ એક્શનમાં આવી છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સુચનાથી પોરબંદર જિલ્લાની અન્ટ્રી પર આવતા તમામ માર્ગો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતા ઉચ્ચ અધિકારીઓ આખી રાત વાહન ચેકીંગ તથા શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલીંગ સહિતની કામગીરી કરવામાં આવી છે માધવપુરમા આવતીકાલે 12 અને 13 નવેમ્બરના રોજ ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એકસસાઈઝનુ આયોજન છે તેને ધ્યાને રાખી માધવપુરના દરિયા કાંઠે વધુ એલર્ટ આપી ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya