હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી નિર્ધારણ કમિટી (FRC) રચવાનો નિર્ણય
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નાણાં સમિતિની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી અને નવા એક્ટ મુજબ પ્રથમવાર ફી રેગ્યુલેશન કમિટી (FRC) બનાવવાનો મહત્
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ફી નિર્ધારણ કમિટી (FRC) રચવાનો નિર્ણય


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની નાણાં સમિતિની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં નેશનલ એજ્યુકેશન પોલિસી અને નવા એક્ટ મુજબ પ્રથમવાર ફી રેગ્યુલેશન કમિટી (FRC) બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો, જે યુનિવર્સિટી તથા તેની સંલગ્ન કોલેજોમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની ફી નક્કી કરશે.

કુલપતિ ડો. કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2026-27થી લાગુ થનારી ફી નક્કી કરવા માટે છ સભ્યોની ફી નિર્ધારણ સમિતિ રચવામાં આવશે. આ સમિતિમાં નિવૃત્ત સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના જજ, રાષ્ટ્રીયકૃત બેંકના નિવૃત્ત જનરલ મેનેજર, નિવૃત્ત કુલપતિ, વર્તમાન કુલપતિ, રજિસ્ટ્રાર અને મુખ્ય હિસાબી અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.

આ કમિટી વિવિધ વિષય અને અભ્યાસક્રમ મુજબ ફીનું ધોરણ નક્કી કરશે, તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માટે પણ માર્ગદર્શિકા આપશે. ફી સંબંધિત રજૂઆતો સાંભળી તેનું નિરાકરણ લાવશે. બેઠકમાં કુલપતિ કે.સી. પોરીયા, રજિસ્ટ્રાર રોહિત દેસાઈ, કમિટી સભ્યો દિલીપ ચૌધરી અને જે.કે. પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande