ધ્રોલ તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઈ જિલ્લા કલેકટરે મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરીનું નિરીક્ષણ કર્યું
જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલતા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ધ્રોલ તાલુકામાં ચાલી રહેલ ફોર્મ વિતરણ કામગીરીનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હ
કામગીરીનું નિરીક્ષણ


જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) ભારતના ચૂંટણી પંચ દ્વારા ચાલતા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત ધ્રોલ તાલુકામાં ચાલી રહેલ ફોર્મ વિતરણ કામગીરીનું જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.કલેક્ટરે તેમના પ્રવાસ દરમિયાન ધ્રોલ તાલુકાના ડાંગરા અને સણોસરા ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદારોને ફોર્મ વિતરણની થતી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું.આ નિરીક્ષણ દરમિયાન કલેક્ટરે બૂથ લેવલ ઓફિસર્સને ખાસ સૂચના આપી હતી કે મતદારોને સમગ્ર પ્રક્રિયાની વ્યવસ્થિત અને સરળ સમજૂતી પૂરી પાડવામાં આવે જેથી કોઈ પણ યોગ્ય મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય.તદુપરાંત કલેક્ટર કેતન ઠક્કરે ગામ લોકો સાથે સીધો સંવાદ પણ કર્યો હતો અને મતદારોની અચૂક નોંધણી કરાવી મતદાર યાદી સુધારણાના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સક્રિય સહયોગ પૂરો પાડવા અનુરોધ કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande