મતદારયાદી સુધારણાના તબક્કા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી તેજગતિએ
- 15, 16 અને 22, 23 નવેમ્બર બીએલઓ મતદાન મથક ઉપર રહી નાગરિકોને મદદ કરશે – કલેક્ટર વડોદરા, 12 નવેમ્બર (હિ.સ.) : ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ વડોદરા જિલ્લામાં બે તબક્કામાં કામગીરી
મતદારયાદી સુધારણાના તબક્કા અંતર્ગત ફોર્મ વિતરણ અને કલેક્શનની કામગીરી તેજગતિએ


- 15, 16 અને 22, 23 નવેમ્બર બીએલઓ મતદાન મથક ઉપર રહી નાગરિકોને મદદ કરશે – કલેક્ટર

વડોદરા, 12 નવેમ્બર (હિ.સ.) : ચૂંટણી પંચ દ્વારા ઓક્ટોબર મહિનામાં જાહેર કરાયેલા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાલ વડોદરા જિલ્લામાં બે તબક્કામાં કામગીરી ચાલી રહી છે. બીએલઓ દ્વારા ઘેરઘેર જઈ મતદારયાદીના ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયાએ જણાવ્યું કે, ખાસ કરીને સ્થાનિક સ્થળાંતરિત થયેલા અથવા ગેરહાજર રહેલા મતદારો માટે વિશેષ કેમ્પનું આયોજન પણ હાથ ધરાયું છે. વૃદ્ધાશ્રમો અને વિવિધ સંસ્થાઓમાં પણ આવા કેમ્પ યોજાયા છે અને આગામી 15,16 અને 22 ,23 નવેમ્બરે પણ વિશેષ કેમ્પ યોજાશે. જેમાં સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી મતદાન મથકો ઉપર હાજર રહેશે.

આ કેમ્પોમાં મતદારોને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન, કલેક્શન, માર્ગદર્શન અને મેપિંગ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે. નાગરિકો બીએલઓની મદદથી મેપિંગ અને લિકિંગ કરાવી શકશે.

હાલના તબક્કે ફોર્મ વિતરણની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે અને કલેક્શન તથા ફોર્મ અપલોડની પ્રક્રિયા પણ સાથે સાથે શરૂ થઈ ગઈ છે.

બીએલઓની સુવિધા માટે તમામ વિસ્તારોની મતદારયાદીની સોફ્ટ કોપી તથા એક્સેલ શીટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી સર્ચ સુલભ બને. બીએલઓ અને સુપર બીએલઓ પ્રોએક્ટીવ રીતે ઓનલાઇન તથા ઓફલાઇન સર્ચ અને સહાયતા કામગીરી કરી રહ્યા છે.

જે મતદારોને કોઈ પણ પ્રકારની સહાયતા જરૂરી હોય તેઓ પોતાના વિસ્તારના બીએલઓનો સંપર્ક કરીને મદદ મેળવી શકે છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર, વડોદરાએ જ્ણાવ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande