
સોમનાથ 12 નવેમ્બર (હિ.સ.) સોમનાથ સુત્રાપાડા તાલુકાની આંગણવાડી વર્કર બહેનોએ આંદોલનાત્મક નિર્ણય કર્યો છે.પગાર વધારો અને મોબાઈલ ન મળતા સીમ જમા કરી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર હાઈકોર્ટના ચુકાદા છતાં પગાર ધોરણ ન મળવાનો સુત્રાપાડા તાલુકાની તમામ આંગણવાડી બહેનો આજે તાલુકા કક્ષાના સીડીપીઓ અધિકારીને લેખિત રજૂઆત આપવામાં આવી હતી રજૂઆતમાં બહેનો દ્વારા ગુજરાત સરકાર તરફથી હજુ સુધી પગાર વધારા તથા મોબાઈલ વિતરણ અંગેની વચનબદ્ધતાઓ અમલમાં ન લાવવામાં આવી હોવાની ગંભીર રજૂઆત કરવામાં આવી છે.
ઉપરાંત સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્માર્ટફોન વિતરણની યોજના અંતર્ગત હજી સુધી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી. પરિણામે, બહેનો દ્વારા સુતક્ષે પોતાનું સીમ કાર્ડ સીડીપીઓ કચેરીમાં જમા કરાવીને જાહેર કર્યું છે કે, જ્યાં સુધી અમને મોબાઈલ અને પગાર વધારો આપવામાં નહીં આવે. સુધી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીશું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ