પાટણમાં કાળભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી – શોભાયાત્રા અને છપ્પન ભોગનું આયોજન
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં કાળભૈરવ દાદાની જયંતિ હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી. ભૈરવ નગર સોસાયટીમાં આવેલા કાળભૈરવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્
પાટણમાં કાળભૈરવ જયંતિની ભવ્ય ઉજવણી – શોભાયાત્રા અને છપ્પન ભોગનું આયોજન


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) પાટણ શહેરમાં કાળભૈરવ દાદાની જયંતિ હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી. ભૈરવ નગર સોસાયટીમાં આવેલા કાળભૈરવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે દાદાની ભવ્ય શોભાયાત્રા અને છપ્પન ભોગના અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું.

મંદિરના સેવક મંડળ દ્વારા જન્મજયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું અને ભૈરવ દાદાને આંગી કરીને વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. સવારે નિજ મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા પારેવા સર્કલ, એસટી રોડ, બગવાડા દરવાજા, હિંગળાચાચર, થીવટા, રોકડીયા ગેટ અને છીન્ડિયા દરવાજા થઈ પરત મંદિરે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

શોભાયાત્રા પૂર્ણ થયા બાદ વિસ્તારના રહીશોએ ભોજન પ્રસાદ લીધા હતા. કાળભૈરવ જન્મજયંતિ નિમિત્તે દાદાના દર્શન માટે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને દાદા સમક્ષ છપ્પન ભોગનો અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande