ગુજરાત એટીએસ ને હૈદરાબાદમાં આતંકી ડો. અહેમદ સૈયદના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો
અમદાવાદ,12 નવેમ્બર (હિ.સ.) ગુજરાત એટીએસએ ગાંધીનગર નજીકથી ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. હૈદ્રાબાદનો આતંકી ડો.અહેમદ સૈયદ નામનો સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની એક ટીમ હૈદરાબાદ તેના ન
ડો.અહેમદ સૈયદ ઝડપાયેલ હૈદરાબાદનો આતંકવાદી


ગાંધીનગર નજીકથી ઝડપાયેલ  ત્રણ આતંકીઓ1


અમદાવાદ,12 નવેમ્બર (હિ.સ.) ગુજરાત એટીએસએ ગાંધીનગર નજીકથી ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. હૈદ્રાબાદનો આતંકી ડો.અહેમદ સૈયદ નામનો સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો જથ્થો મળી આવ્યો છે. જે એટીએસ દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત એટીએસ પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી એટીએસની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી એટીએસની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત એટીએસની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન એટીએસની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ડો. મોહિયુદ્દીને દિલ્હીના આઝાદ મૈદાન અને નરોડા ફ્રુટ બજારની મુલાકાત લીધી હોવાથી, કાશ્મીરી સફરજનની આડમાં દેશભરમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મોકલવાની હતી કે કેમ, તે અંગે તપાસ ચાલી રહી છે.

એટીએસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય આતંકી જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં કટરવાદીઓનો પ્રભાવ હતો. હૈદરાબાદમાં આતંકી ડોક્ટર અહેમદ સૈયદે કટ્ટરવાદી વિચારધારા વાળા સભ્યોને પોતાની ટીમ બનાવવા માટે ત્રણ યુવાનો પાસે શપથ પણ લેવડાવ્યા હતા. અહેમદ સૈયદ પોતાની એક મોટી ટીમ બનાવવાની ફિરાકમાં હતો. ત્રણેય આતંકીઓની મોબાઇલ ડેટાની રિકવરી કરવામાં આવી રહી છે. મોબાઈલ ડેટા રીકવર થયા બાદ અનેક રહસ્ય પણ બહાર આવી શકે છે.

એટીએસની ટીમ દ્વારા ત્રણેય આતંકીઓને અડાલજ અને છત્રાલ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. આતંકી આઝાદ અને સોહેલને કલોલના છત્રાલ પાસે લઈ જઈને પંચનામું કરવામાં આવ્યું હતું. જ્યારે અહેમદ સૈયદને અડાલજ પાસે લઈ જઈને તપાસ કરવામાં આવી હતી.ગુજરાત એટીએસની ટીમ હવે દિલ્હી જઈને આતંકીઓની સંડોવણી અંગે વધુ તપાસ કરશે.

એટીએસના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે.

આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો. હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં.

ડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે. અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande