વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાની રાધા યાદવે મુખ્યમંત્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત
ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તર
ગાંધીનગર ખાતે મુલાકાત કરી


ગાંધીનગર, 12 નવેમ્બર (હિ.સ.) : મહિલા વર્લ્ડ કપમાં તાજેતરમાં વિશ્વ વિજેતા થયેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી વડોદરાના રાધા યાદવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી.

રાધા યાદવનો આ મહિલા ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે સમાવેશ થયેલો હતો. તેમણે 2018માં દક્ષિણ આફ્રિકા મહિલા ટીમ સામેની ભારતીય મહિલા ટીમમાં પહેલીવાર સ્થાન મેળવીને 20-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાધા યાદવનું સાલ ઓઢાડીને બહુમાન કરતાં મહિલા વર્લ્ડ કપ ક્રિકેટમાં ભારતીય મહિલા ટીમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને વધુ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ આપી હતી. આ અવસરે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષા વકીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande