
જુનાગઢ 12 નવેમ્બર (હિ.સ.) જુનાગઢ ધોરાજી સ્ટેટ હાઇવે નંબર ૨૬ માં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા રીસરફેસીંગ કામગીરી નો આરંભ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં રસ્તાઓના દૂરસ્તીકરણ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આર એન્ડ બી ડિવિઝન (સ્ટેટ) ના આસિસ્ટન્ટ એન્જિનિયર કે.વી .ચીકાણીના જણાવ્યા મુજબ જૂનાગઢ ધોરાજી સ્ટેટ હાઇવે નંબર ૨૬ ના રિસરફેસીંગની કામગીરી નો આરંભ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. અંદાજિત ૨.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર આ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોમાસામાં પ્રભાવિત થયેલા રસ્તાઓ રિપેર કામગીરી શરૂ કરવા આયોજન કરવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ