રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કૃષિ સહાય પેકેજ અંગે ખુશી વ્યક્ત કરતા ખેડૂત હિતેશભાઈ ગજેરા
જૂનાગઢ, 12 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલા પાક નુકસાનીમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ ઐતિહાસિક પેકેજ અંગે જૂનાગઢ જિલ્લાના
કૃષિ સહાય પેકેજ  અંગે ખુશી વ્યક્ત કરતા ખેડૂત


જૂનાગઢ, 12 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદ થવાથી ખેડૂતોને થયેલા પાક નુકસાનીમાં મદદરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે.

સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલ ઐતિહાસિક પેકેજ અંગે જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામના ખેડૂત હિતેશભાઈ વલ્લભભાઈ ગજેરા એ ખુશી વ્યક્ત કરી હતી.ખેડૂત હિતેશભાઈએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મારે ૭૦ વીઘા જમીન છે. કમોસમી વરસાદ થવાથી ૫ વીઘાની માંડવી નિષ્ફળ ગઈ છે.

કમોસમી વરસાદ થયાને એટલા ટૂંકા સમયમાં સરકારે ખેડૂતોની વેદના સમજીને રૂપિયા ૧૦,૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે. એ બદલ અમે રાજ્ય સરકારનો આભાર માનીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande