
જૂનાગઢ 12 નવેમ્બર (હિ.સ.) ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ સંલગ્ન એન.એસ.એસ. યુનિટ ધરાવતી કોલેજોમાંથી યુવા આપદા મિત્રો સ્કીમ (YAMS) અંતર્ગત મોકલાવેલા સ્વયંસેવકોના નામ મુજબ પસંદગી પામેલા સ્વયંસેવકો તા.૦૯/૧૧/૨૦૨૫ થી તા.૧૫/૧૧/૨૦૨૫ સુધી એસ.ડી.આર.એફ. – 8 કોટડા સાંગાણી રોડ, ગોંડલ, જિલ્લો રાજકોટ આ સ્થળે યુવા આપદા મિત્ર શિબિરમાં કુલ ૬૧ સ્વયંસેવકો ભાગ લેવા જવાના છે.
આ ઉપરાંત તેઓને ભાર ઉઠાવવા અને સ્થિર રાખવાની ટેકનીક, બેઝીક રીસર્ચ અને બચાવની કામગીરી, ફાયર પ્રિવેન્શન, પ્રાથમિક સારવારને લગતી તાલીમ, ઈજા ઉપર પટ્ટી બાંધવાની પદ્ધતિ, સર્પ દંશ અને અન્ય પ્રાણીઓના દંશથી બચવા માટેની પદ્ધતિઓ આમ બહુવિધ પ્રકારે માહિતીગાર કરવામાં આવશે. તેમ પ્રો. કો-ઓર્ડીનેટર એન.એસ.એસ. વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ