
- 10 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવી મહામહેનતે કાબૂ લીધી
અમદાવાદ, 12 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદના અસલાલી-બારેજા રોડ પર થીનર બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી પરંતુ કોઈ જાનહાનિ નહીં થઈ નથી. અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ