રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એ, અંગોલાના 50મા સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપી
નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.): અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેનુએલ ગોંસાલ્વેસ લોરેન્સોના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંગોલાની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, મંગળવારે લુઆન્ડા સ્થિત
અંગોલા માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ


નવી દિલ્હી, 12 નવેમ્બર (હિ.સ.): અંગોલાના રાષ્ટ્રપતિ જોઆઓ મેનુએલ ગોંસાલ્વેસ લોરેન્સોના આમંત્રણ પર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંગોલાની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણીમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ સચિવાલય અનુસાર, મંગળવારે લુઆન્ડા સ્થિત પ્રાકાદારેપુબ્લિકામાં આયોજિત સમારોહમાં, રાષ્ટ્રપતિ મુર્મુ, રાષ્ટ્રપતિ લોરેન્સો સાથે, અંગોલાની સમૃદ્ધ લશ્કરી અને સાંસ્કૃતિક પરંપરાઓની જીવંત ઝલક જોઈ શક્યા. સમારોહમાં સ્વતંત્રતા સંગ્રામ અને રાષ્ટ્ર નિર્માણમાં અંગોલાના ઐતિહાસિક યોગદાનનું પણ સન્માન કરવામાં આવ્યું. મંગળવારે, રાષ્ટ્રપતિ મુર્મુ આફ્રિકાની તેમની બે દેશોની રાજ્ય મુલાકાતના અંતિમ તબક્કામાં બોત્સવાનાની રાજધાની ગબોરોન પહોંચ્યા. કોઈ ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા બોત્સવાનાની આ પહેલી રાજકીય મુલાકાત છે.

રાષ્ટ્રપતિ મુર્મુના આગમન પર, બોત્સવાનાના રાષ્ટ્રપતિ એડવોકેટ ડુમા ગિડીયોન બોકોએ, તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પ્રસંગે તેમને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande