
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસ કાર્યો અંતર્ગત મુખ્ય ડામર માર્ગોનું રિસરફેસિંગ અને રિકાર્પેટિંગ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મળેલા આર્થિક સહયોગથી કરવામાં આવી રહ્યું છે.
ગત રાત્રીએ જૂના ટાવરથી ઝાંપલીપોલ ચાર રસ્તા પાસે આવેલા શાલીમાર કરિયાણા સુધીના માર્ગનું રિકાર્પેટિંગ પૂર્ણ થયું છે. આ માર્ગ શહેરના મુખ્ય બજારનો મહત્વપૂર્ણ ભાગ છે. અગાઉ આ રોડની સ્થિતિ ખરાબ હોવાથી સ્થાનિક લોકો તેને “ડિસ્કો રોડ” તરીકે ઓળખાવતા હતા અને લાંબા સમયથી સુધારાની માંગ કરી રહ્યા હતા.
નવા રોડના નિર્માણથી વાહનચાલકો અને રાહદારીઓને મોટી રાહત મળશે. ટ્રાફિકની અવરજવર વધુ સરળ બનશે અને અકસ્માતોના જોખમમાં ઘટાડો થશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ