માર્ગ અને મકાન વિભાગ જામનગર દ્વારા જિલ્લાના જુદા-જુદા રોડનું સમારકામ અને એપ્રોચકામ પૂર્ણ કરાયું
જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના નંદાણાથી વેણુ ડેમ, અલિયાબાળા-વિજરખી રોડ તેમજ બાલાચડી એપ્રોચ રોડનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્
રસ્તાઓનું સમારકામ અને એપ્રોચકામ


જામનગર, 12 નવેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના નંદાણાથી વેણુ ડેમ, અલિયાબાળા-વિજરખી રોડ તેમજ બાલાચડી એપ્રોચ રોડનું કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગ, જામનગરના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીએ જણાવ્યું હતું કે નંદાણાથી વેણુ ડેમ સુધીનો માર્ગ તથા બાલાચડી એપ્રોચ રોડનું કામ ચોક્કસ સમયમર્યાદામાં અને ચોક્કસ ગુણવત્તાના માપદંડો જાળવીને પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ માર્ગો હવે વાહનચાલકો માટે વધુ સલામત અને સરળ બનશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગોનું નવીનીકરણ અને સમારકામ પૂર્ણ થવાથી આ વિસ્તારના ગ્રામજનો, વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande