
અમદાવાદ, 12 નવેમ્બર (હિ.સ.) : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો છે.એક દિવસીય પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્રની મુલાકાત અને તેમના વિસ્તારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા.
દિલ્હીમાં 10મી નવેમ્બરના રોજ થયેલા કાર બ્લાસ્ટમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો ગુજરાત પ્રવાસ રદ કરી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવીને અમદાવાદ અને મહેસાણાના કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા.
જોકે, દિલ્હી બ્લાસ્ટમાં આતંકવાદી કનેક્શનને કારણે આખા દેશમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ અંગેની તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનના પ્રવાસે ગયા છે. જ્યાંથી તેમણે આ બ્લાસ્ટના આરોપીઓને છોડવામાં નહીં આવે તેમ જણાવ્યું છે.
13 તારીખના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવાના હતા. જોકે, હવે અમિત શાહ અહીં હાજરી નહીં આપે. આ નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત આયોજન થઈ રહ્યું. આ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો 13 થી 23 નવેમ્બર સુધી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેના ઇવેન્ટ સેન્ટરમાં યોજાવાનો છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમના સંસદીય ક્ષેત્ર એવા મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલા મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં દૂધસાગર ડેરી દ્વારા ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવાના હતા. જ્યાં પણ તેઓ નહીં જઈ શકે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ