કોંગ્રેસ યુવા પ્રમુખ આમોદ નગર પાલિકામાં, રજુઆત કરવા જતા તેની પર ગુનો દાખલ કરાયો
કોગ્રેસ યુવા પ્રમુખ અને સેનેટરી ઈન્સ્પેકટર વચ્ચે ઉગ્રતાથી બોલાચાલી થઈ હતી સરકારી કામમાં દખલગીરી અને જાનથી મારી નાખવાની ધમકીની નોંધાઈ ફરીયાદ સફાઈ અને ડીડીટી પાવડર છાંટવા બાબતે ઉગ્ર રજુઆત કરતાં સેનેટરી ઈન્સ્પેકટરે કરી ફરીયાદ ભરૂચ 13 નવેમ્બર (હિ.
કોંગ્રેસ યુવા પ્રમુખ આમોદ નગર પાલિકામાં રજુઆત કરવા જતા તેની પર ગુનો દાખલ કરાયો


કોગ્રેસ યુવા પ્રમુખ અને સેનેટરી ઈન્સ્પેકટર વચ્ચે ઉગ્રતાથી બોલાચાલી થઈ હતી

સરકારી કામમાં દખલગીરી અને જાનથી મારી નાખવાની ધમકીની નોંધાઈ ફરીયાદ

સફાઈ અને ડીડીટી પાવડર છાંટવા બાબતે ઉગ્ર રજુઆત કરતાં સેનેટરી ઈન્સ્પેકટરે કરી ફરીયાદ

ભરૂચ 13 નવેમ્બર (હિ.સ.)

આમોદ નગર પાલિકામાં માળખાકીય પાયાની સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે નગરજનો રજુઆત કરતાં હોય પરંતુ કોગ્રેસના યુવા પ્રમુખે સેનેટરી ઈન્સ્પેકટરને સફાઈ અને ડી.ડી.ટી. પાવડર છંટકાવ બાબતે ઉગ્ર રજુઆત કરતાં આખરે સેનેટરી ઈન્સ્પેકટરે કોગ્રેસના યુવા પ્રમુખ સામે સરકારી કામમાં દખલગીરી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેની પોલીસ ફરીયાદ નોધાવી છે. જ્યારે સેનેટરી ઈન્સ્પેકટર સામે પણ કોગ્રેસ યુવા પ્રમુખે લેખિત અરજી કરી હોવાની માહિતી મળી રહી છે.

આમોદ પોલીસ મથકમાં આમોદ નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ પોલીસ ફરીયાદ નોંધાવી છે જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરીયાદી તા.11/11/2025ના રોજ રાબેતા મુજબ પાલિકામાં પોતાની ફરજ ઉપર આવ્યા હતા અને તે અરસામાં બપોરના સમયગાળા દરમ્યાન કેતન હિરાભાઈ મકવાણા મૌખિકમાં રજુઆત કરવા આવેલા અને તેઓએ કહેલ કે, વણકર વાસમાં રામદેવપીર મંદિર પાસે પાણીની પાઈપલાઈન લીંક છે તેને કયારે રીપેર કરશો તેમ જણાવતાં ફરીયાદીએ અન્ય અધિકારીનો સંપર્ક કરવા કહયું હતું જેથી કેતન મકવાણા ઉશ્કેરાઈ ગયા હતા અને જોર જોરથી બોલવા લાગેલ અને ફરીયાદીની ફેટ પકડી લેતા અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વિડીયો પણ વાયરલ થયા હોય જેથી કેતન મકવાણાએ સરકારી કામમાં દખલગીરી અને ફરજ પરના સેનેટરી ઈન્સ્પેકટરને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

જ્યારે સામે આમોદ જંબુસરના કોગ્રેસ યુવા પ્રમુખ કેતન મકવાણાએ પણ હિતેશ અંસારી સેનેટરી ઈન્સ્પેકટર સામે પોલીસમાં અરજી આપી છે જેમાં તેને આક્ષેપ કર્યા છે કે, અમારા આમલીપુરા વણકરવાસ ફળિયામાં ગંદકી બાબતે અને પાણી બાબતે છેલ્લા 15 દિવસથી રજુઆત કરીએ છીએ અને તે બાબતની રજુઆત કરવા આવ્યા હતા અને એક નાગરીક તરીકે અમારો અધિકાર છે કે અમો રજુઆત કરીએ પરંતુ નગર પાલિકાના અન્ય ભ્રષ્ટાચાર ખુલ્લા ન પડી જાય અને અમને દબાવવાના હેતુથી સેનેટરી ઈન્સ્પેકટરે ખોટી ફરીયાદ કરી અને અમને પણ તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોય જેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમોએ પણ આમોદ પોલીસ મથકમાં અરજી આપી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande