સૂત્રાપાડા તાલુકામાં અનેકવિધ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.)આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત સૂત્રાપાડા તાલુકામાં સાંસદ રાજેશચુડાસમાની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ચાર જિલ્લા પંચાયતની સીટમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સૂ
સૂત્રાપાડા તાલુકામાં


ગીર સોમનાથ 13 નવેમ્બર (હિ.સ.)આત્મનિર્ભર ભારત સંકલ્પ અંતર્ગત સૂત્રાપાડા તાલુકામાં સાંસદ રાજેશચુડાસમાની અધ્યક્ષતામાં અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં ચાર જિલ્લા પંચાયતની સીટમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામે પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ગોરખમઢી થી રામપરા (નોન પ્લાન) ૪.૦૦ કિમી લંબાઈના રસ્તાનું રૂ.૪.૫ કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને આરોગ્ય પેટા કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, બાંધકામ સમિતિના ચેરમેન પરમાર બાબુભાઈ પરમાર, ન્યાય સમિતિના ચેરમેન અરશીભાઈ ચાવડા, જિલ્લા કિસાન મોરસાના મહામંત્રી પ્રતાપસિંહ બારડ, અગ્રણી શૈલેષ રાઠોડ, બહાદુરસિંહ ગોહિલ, મસરીભાઈ રાઠોડ, ચેરમેન ધીરુભાઈ સોલંકી, રામસિંહભાઈ પંપાણિયા, પ્રતાપભાઈ બાંભણિયા, વિજયભાઈ સોલંકી, ધર્મેશભાઈ પરમાર અને તાલુકા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande