સ્વામીનારાયણ મંદિર ખાતે જામનગર અને ભાદરા હેઠળ વિસ્તારના હરીભકતો માટે ગ્રામ્યદીનની ભવ્ય ઉજવણી કરાઈ
જામનગર,14નવેમ્બર (હિ.સ.) : બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી બિરાજમાન થયા છે ત્યારે તા. ૧૨ અને ૧૩ના રોજ તેમની દિવ્ય નિશ્રામાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે જામનગર અને ભાદરા હેઠળ વિસ્તારમાં આવતા હરીભકતો માટે ગ્રામ્
ગ્રામ્ય દિનની ઉજવણી


જામનગર,14નવેમ્બર (હિ.સ.) : બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પૂ. મહંત સ્વામી બિરાજમાન થયા છે ત્યારે તા. ૧૨ અને ૧૩ના રોજ તેમની દિવ્ય નિશ્રામાં બીએપીએસ સ્વામીનારાયણ મંદિર ખાતે જામનગર અને ભાદરા હેઠળ વિસ્તારમાં આવતા હરીભકતો માટે ગ્રામ્યદીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારો હરીભકતો અને નાના બાળકો જોડાયા હતા.

પૂ. મહંત સ્વામીજીની ઉપસ્થીતીમાં સંગીતજ્ઞ વૃંદ દ્વારા વિવિધ ભજન-કીર્તનના સંગે અને બાળકોના મુખપાઠ દ્વારા પ્રાત: પૂજા દર્શનનો હજારો હરીભકતો અને બાળકોએ લાભ લીધો હતો, નાના-નાના બાળકો દ્વારા થતી મુખપાઠની રજુઆત જોઇને પૂ. સ્વામીજી ખુબ જ રાજી થયા હતા, તેમના હસ્તે નવા નિર્માણ પામનાર હરી મંદિરનું ખાતમુહુર્ત પણ થયુ હતું, લતીપર, નંદપુર અને હરીપર ગામમાં હરી મંદિરો તૈયાર થયા તે મૂર્તિઓનું પૂજન પણ તેમના હસ્તે થયુ હતું, સાથે સાથે વાનાવડ, માજોઠ અને વરણા ગામના મંદિર તેમજ આશ્રમ માટે ઇષ્ટીકાઓનું પણ પૂજન કરવામાં આવ્યુ હતું.

ભાણવડ, ખંભાળીયા તથા ભાદરા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના હરીભકતોની હાજરીમાં જામનગર જીલ્લો અને દેવભુમી દ્વારકા જીલ્લાના નકશા પર હાથ ફેરવી સત્સંગ ખુબ વધશે અને બધા તને મને ધને સુખી થશે એવા આશીર્વાદ આપ્યા હતા, આ ક્ષેત્રમાંથી પધારેલા હરીભકતો બાપાના સ્વાગત માટે ભકિતભાવથી તૈયાર કરીને કલાત્મક હાર, પ્રસાદ અને વિવિધ ઉપહારો લાવ્યા હતા તે અર્પણ કર્યા હતા.

શ્રી હરીના સમયે કેવા કેવા ભકતો હતા ? એવા રસપ્રદ સંવાદની પણ રજુઆતો થઇ હતી જેમાં આજ્ઞાપાલનનો મહિમા જાણ્યો હતો, બાળકોએ ભાગ્ય મોટાએ ભુમીના સંવાદ દ્વારા બ્રહ્મસ્વરૂપ, ગુણાતીતાનંદ સ્વામીના જન્મ સ્થાન એવા ભાદરા ગામનો દિવ્ય મહિમાનું ગાન ગાયુ હતું અને આ સ્થાનનો મહિમા વર્ણવતો પત્ર લખ્યો હતો તેના પર નિરૂપણ દ્વારા આશીર્વાદ આપ્યા હતા.

સ્વામીજી સમક્ષ કાર્યકરોનો પરિચય કરાયો હતો અને પૂ. અપુર્વમુની સ્વામી દ્વારા સુંદર પ્રશ્ર્નોતરી થઇ હતી, પૂ. મહંત સ્વામીએ જણાવ્યુ હતું કે ગ્રામ્ય વિસ્તારમાં હજુ પણ મંદિરો થશે, સત્સંગ પણ વધશેે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહયું છે તેમ પાંદડે-પાંદડે સત્સંગ થશે, આ સભાના અંતમાં અક્ષર પુરૂષોતમ મહારાજ સંગે ગુરૂ હરીની સમુહ આરતીનો લાભ ભકતોએ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande