અલ્કરાઝે, 2025નો અંત વિશ્વ નંબર 1 તરીકે કર્યો, એટીપી ફાઇનલ્સમાં મુસ્સેતિને હરાવ્યો
ટ્યુરિન, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) સ્પેનના કાર્લોસ અલ્કરાઝે ગુરુવારે લોરેન્ઝો મુસ્સેતિને 6-4, 6-1થી હરાવીને એટીપી ફાઇનલ્સમાં મહત્વપૂર્ણ વિજય મેળવ્યો, જેનાથી 2025માં વિશ્વ નંબર 1 તરીકે સ્થાન મેળવવાનો ગર્વ થયો. આ
મેચ


ટ્યુરિન, નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) સ્પેનના કાર્લોસ

અલ્કરાઝે ગુરુવારે લોરેન્ઝો મુસ્સેતિને 6-4, 6-1થી હરાવીને એટીપી ફાઇનલ્સમાં

મહત્વપૂર્ણ વિજય મેળવ્યો,

જેનાથી 2025માં વિશ્વ નંબર 1 તરીકે સ્થાન

મેળવવાનો ગર્વ થયો. આ જીતથી તે તેના મુખ્ય હરીફ, જેનિક સિનરથી આગળ નીકળી ગયો.

આ સિઝનમાં બે ગ્રાન્ડ સ્લેમ જીતનાર 22 વર્ષીય અલ્કારાઝ

સોમવારે જાહેર થનારા નવા એટીપી રેન્કિંગમાં સિનરથી ઉપર રહેશે. મુસ્સેતિ સામેની તેની જીતથી

તે જીમી કોનર્સ ગ્રુપમાં ટોચનું સ્થાન પણ મેળવી શક્યો.

આ સિઝનમાં અત્યાર સુધી 70 મેચ જીતી ચૂકેલો અલ્કરાઝ વર્ષનો અંત વિશ્વ નંબર 1 તરીકે કરશે, ભલે તે શનિવારે

તેની સેમિફાઇનલ હારી જાય.

જોકે, અલ્કરાઝ પોતાના પહેલા ટાઇટલ તરફ મજબૂત રીતે આગળ વધી રહ્યો

હોય તેવું લાગે છે, અને એવા સંકેતો

છે કે તે ટુર્નામેન્ટની ફાઇનલમાં ફરી એકવાર ઇટાલીના સિનરનો સામનો કરી શકે છે, જેણે બુધવારે બ્યોર્ન

બોર્ગ ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું.

અલ્કરાઝે ખુશી વ્યક્ત કરતા કહ્યું, આ મારા માટે ઘણું

મહત્વ ધરાવે છે. વર્ષ માટે નંબર 1 બનવું હંમેશા એક ધ્યેય રહે છે. વર્ષની શરૂઆતમાં, મેં ક્યારેય

વિચાર્યું ન હતું કે, હું ત્યાં પહોંચી શકીશ, કારણ કે સિનર લગભગ દરેક ટુર્નામેન્ટ સતત જીતી રહ્યો હતો. આ

આખી સીઝનની સખત મહેનતનું પરિણામ છે. મને મારી ટીમ અને મારા પર ગર્વ છે.

અલ્કરાઝે આ સીઝનમાં સિનર સામે, પાંચમાંથી ચાર મેચ જીતી છે.જેમાં બે ગ્રાન્ડ

સ્લેમ ફાઇનલનો સમાવેશ થાય છે. અલ્કરાઝે ફ્રેન્ચ ઓપનમાં ઐતિહાસિક મેચમાં સિનરને

હરાવીને પોતાનું ટાઇટલ બચાવ્યું હતું, જ્યારે તે વિમ્બલ્ડન ફાઇનલમાં ઇટાલિયન સામે હારી ગયો હતો.

દરમિયાન, મુસ્સેતિ સંઘર્ષ કરી રહ્યો હતો. નોવાક જોકોવિચ, છેલ્લી ઘડીએ

પાછો ખેંચી લીધા બાદ વિશ્વ નંબર 9 મુસ્સેતિ ફાઇનલ માટે ક્વોલિફાય થયો હતો, પરંતુ થાકે તેની

રમતને અસર કરી હતી. તે બીજા સેટમાં સંપૂર્ણપણે તૂટી પડ્યો હતો.

હું ખૂબ થાકી ગયો

હતો. મને ખબર હતી કે છેલ્લા કેટલાક મહિનાઓ, ખાસ કરીને છેલ્લા અઠવાડિયાના મુશ્કેલ સંઘર્ષોમાંથી બહાર

નીકળવું સરળ નહીં હોય. મને આજે ચમત્કારની જરૂર હતી. મુસ્સેતિએ કહ્યું, “જેમણે એથેન્સ

ફાઇનલમાં જોકોવિચ સામે હારનો સામનો કર્યો હતો.”

આ સાથે, મુસ્સેતિની એટીપી ફાઇનલ્સની સફર પૂરી થઈ ગઈ છે, અને તે આવતા

અઠવાડિયે બોલોગ્નામાં યોજાનારી ડેવિસ કપ ફાઇનલ 8 માં, શામિલ નહિ થાય.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande