
- મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી, 4 શંકાસ્પદની અટકાયત
ગાંધીનગર,14 નવેમ્બર (હિ.સ.) ગાંધીનગર જિલ્લાના ડભોડા તાલુકાના ગાંધીનગરના રાયપુર ગામમાંથી માંથી 9 વર્ષની ગુમ બાળકીની લાશ પ્લાસ્ટિકના કોથળામાંથી બાળકીની લાશ મળતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાયપુર ગામમાંથી 12 નવેમ્બરના રોજ ગુમ થયેલી 9 વર્ષની બાળકીની 13 નવેમ્બર ની રાત્રે તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિક કોથળામાં પેક કરેલી હાલતમાં લાશ મળી છે.
મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી લાશને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખી હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે. જ્યારે શંકાસ્પદ શખસના બાળકે બે અલગ અલગ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં. પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું. ગાંધીનગર પોલીસ હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.
13 નવેમ્બરની રાતના 8.30 વાગ્યે ગુમ થનારી દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જેની પૂછપરછ ચાલી રહી છે.
અજાણી વ્યક્તિ ગુમ થઈ હોવાની શંકાએ પિતાએ ફરિયાદ નોંધાવી છે.
આ અંગે મળતી વિગત મુજબ, રાયપુર ગામના રામાપીરવાળા વાસમાં રહેતા એક પિતાની પુત્રી ગત 12મી નવેમ્બરે સવારે આશરે દસેક વાગ્યાના સુમારે ક્યાંક જતી રહી હતી. બાળકી ગુમ થતાં તેના પિતાએ કોઈ અજાણી વ્યક્તિ તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ગયું હોવાની શંકા સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાવ્યો હતો.
ગાંધીનગર એસપી તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ત્યારે ઘરના પાછળના ભાગે આવેલી ઓસરીમાંથી એક શંકાસ્પદ થેલી મળી
પોલીસે ફરિયાદના આધારે બાળકીની શોધખોળ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયામાં પણ તેની જાહેરાત કરી હતી, જોકે આ બાળકીની શોધખોળ અંતે કરુણ ઘટનામાં પરિણમી છે.
13 નવેમ્બરની રાત્રે પરિવાર જે મકાનમાં રહે છે એની પાછળના ભાગે આવેલી એક ઓરડીની ઓસરીમાંથી શંકાસ્પદ હાલતમાં એક પ્લાસ્ટિકની થેલી(કોથળો) મળી હતી. તપાસ કરતાં આ કોથળામાં ગુમ થયેલી બાળકીની લાશ જ પેક કરેલી હાલતમાં મળી હતી.
આ અંગે વિશ્વસનીય પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે બાળકી ગુમ થઈ ત્યારથી માંડીને લાશ મળી ત્યાં સુધી પોલીસની અલગ અલગ ટીમો તપાસ કરી રહી હતી. બાળકીના પિતા જીઆઇડીસી માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે, જેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતી. બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે, જેનું પેનલ ડોક્ટરોની ટીમ મારફતે પોસ્ટમોર્ટમ કરાવવાનું છે. બાળકી સાથે અઘટિત ઘટ્યું છે કે નહીં એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે.
આ પ્રકરણમાં એક શંકાસ્પદ શખસને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે, જે મૃતકના પિતાનો પાડોશી છે અને તેના ઘરમાં તેની પત્ની અને આઠ વર્ષનો દીકરો છે. આ શખસ પ્લાસ્ટિકનો ભંગાર વીણીને વેચવાનો ધંધો કરે છે. બાળકી ગુમ થઈ ત્યારથી તે બાળકીના પિતા સાથે શોધખોળ કરતો હતો, જેનો નાનો દીકરો પણ પોલીસને કહેતો કે બાળકીને કોઈ 500 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયું છે, તો ઘડીકમાં તે નિવેદન બદલીને બાળકી નદી બાજુ જતી જોવા મળી હોવાનું કહેતો હતો. જ્યારે શંકાસ્પદ શખસે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા પછી ગળું દબાવી લાશને ખાતરના પ્લાસ્ટિકના કોથળામાં પેક કરીને ભંગારના સામાન નીચે સંતાડી દીધી હોવાની આશંકા છે, જેમાં તેની પત્ની પણ શંકાના દાયરામાં છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ