
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઇન્ટરપોલની
મદદથી, ઉત્તરાખંડના
વોન્ટેડ આરોપી જગદીશ પુનેઠાનું સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) થી પ્રત્યાર્પણ
સુરક્ષિત કર્યું. પુનેથાને ગુરુવારે નવી દિલ્હી લાવવામાં આવ્યો હતો.
એજન્સી અનુસાર, 2021 માં પિથોરાગઢ પોલીસ સ્ટેશનમાં પુનેઠા વિરુદ્ધ એફઆઈઆર,
નોંધવામાં આવી હતી.જેમાં તેના પર છેતરપિંડી અને ગુનાહિત કાવતરું કરવાનો આરોપ
મૂકવામાં આવ્યો હતો. આ ઘટના પછી તે યુએઈ ભાગી ગયો હતો. ઉત્તરાખંડ પોલીસની વિનંતી
પર, સીબીઆઈએ આ વર્ષે 6 મેના રોજ તેની
સામે ઇન્ટરપોલ રેડ નોટિસ જારી કરી હતી.
ઉત્તરાખંડ પોલીસની ટીમ, આરોપીની સાથે યુએઈથી નવી દિલ્હી
પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ, ભારતમાં ઇન્ટરપોલના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (એનસીબી) તરીકે, ભારતપોલ
પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક એજન્સીઓ સાથે સંકલન કરે છે. વિવિધ ઇન્ટરપોલ ચેનલોની
મદદથી, છેલ્લા કેટલાક
વર્ષોમાં 150 થી વધુ વોન્ટેડ
ગુનેગારોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ