

પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાટણ શહેરમાં વિજય ઉત્સવ યોજાયો. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરો ખુશી વ્યક્ત કરતાં જોવા મળ્યા.
પાટણના બગવાડા દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉત્સવની લાગણી વ્યક્ત કરી. મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે વિજય ઉજવણીમાં ભાગ લીધો.
ઉત્સવમાં હુંડકોના ચેરમેન કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના અગ્રણી આગેવાનો હાજર રહ્યા. કે.સી. પટેલે જણાવ્યું કે, ભાજપે 101 બેઠકોમાંથી 96 સીટો પર વિજય મેળવ્યો. તેમણે જણાવ્યું કે, બિહારની જનતાએ મહાગઠબંધનની વાતોને નકારી ડબલ એન્જિન સરકારને સમર્થન આપ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ