
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની પી.જે.એ. એન્ડ આર.કે. શાહ ગર્લ્સ હાઇસ્કૂલની ‘ઔષધીય વનસ્પતિના ઉપયોગો’ વિષયક કૃતિએ સિદ્ધપુર એસ.વી.એસ કક્ષાના 27મા ગણિત–વિજ્ઞાન પ્રદર્શન–2025માં પ્રથમ સ્થાન મેળવી શ્રેષ્ઠ કૃતિનો માન મેળવ્યો છે. આ પ્રદર્શન આજ રોજ પ્રકાશ વિદ્યાલય, બીલીયા ખાતે યોજાયું હતું. શ્રી કેળવણી સહાયક મંડળ, સિદ્ધપુર દ્વારા સંચાલિત આ શાળાની રજૂઆતને ખાસ પ્રશંસા મળી હતી. વિભાગ–5 હેઠળ રજૂ કરાયેલી આ કૃતિ હવે જિલ્લા કક્ષાના આગામી ગણિત–વિજ્ઞાન પ્રદર્શનમાં સિદ્ધપુર એસ.વી.એસ કક્ષાનું પ્રતિનિધિત્વ કરશે, જે તમામ માટે ગૌરવની વાત છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ