સરકારની સહાયથી કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવાનો અવસર મળ્યો – આવાસ યોજનાના લાભાર્થી વિઠ્ઠલભાઈ
સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે માધુપુર ખાતે યોજાયેલા જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીમાં પીએમ જનમન અને આદિમજૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયાં હતાં. પીએમ જનમન યોજનાના આવા જ એક લાભાર્થી વિઠ્ઠલ રવજીભાઈ વઘાસ
સરકારની સહાયથી


સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે માધુપુર ખાતે યોજાયેલા જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીમાં પીએમ જનમન અને આદિમજૂથ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરાયાં હતાં. પીએમ જનમન યોજનાના આવા જ એક લાભાર્થી વિઠ્ઠલ રવજીભાઈ વઘાસિયાએ પણ આવાસ યોજનાનો લાભ મળતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના રહેવાસી વિઠ્ઠલ વઘાસિયાએ આવાસ મળવાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે પહેલા કાચા મકાનમાં રહેતા હતાં. જેના કારણે અમને અનેક મુશ્કેલીઓ ભોગવવી પડતી હતી. ત્યારબાદ મે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભર્યું અને મને સરકાર દ્વારા રૂ.૧,૭૦,૦૦૦ ની સહાય આપવામાં આવી હતી. સરકારની સહાયથી હવે અમને કાચા મકાનમાંથી પાકા મકાનમાં રહેવાનો અવસર મળ્યો છે.

આમ, આવાસ યોજનાનો લાભ મળતા વિઠ્ઠલભાઈએ સરકારનો હ્રદયપૂર્વ આભાર માન્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande