
ગીર સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.)ગીર સોમનાથ તાલુકાની કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજાનગર માં લોકવાણી રેડિયો (90.4)FM દ્વારા નાલ્સા જાગૃતિ સ્કીમ 2025 વિશે વિસ્તૃત સમજ અને નાલ્સા ટોલ ફ્રી નં 15100 વિશે અને લોકોને મફત કાનૂની સહાય મળી રહે તેમજ લોકોને કાયદાકીય જાગૃતિ, માહિતી અને પારદર્શિતા તરફ લોકો કાનૂની બાબતો થી માહિતગાર થાય .તેમજ રેડિયોના માધ્યમથી છેવાડા ના લોકો સુધી, કાયદાની ગાથા પહોંચે તેવા ઉમદા હેતુ થી માહિતી પ્રસારિત કરાઇ.
લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડીયાના માર્ગદર્શન હેઠળ, પીએલવી પ્રકાશ જે મકવાણા તેમજ કાર્યક્રમ તૈયાર કરનાર રેડિયો ઇન્ચાર્જ ડો.હંસાબેન ગામી રેડિયો વોલેન્ટિયર પ્રદીપભાઈ પરમાર દ્વારા કાર્યક્રમને પ્રસારણ કરવામાં આવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ