
ગીર સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી શ્રી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.એફ. ચૌધરી ઉના વિભાગ ઉના નાઓના માર્ગદર્શન હેઠળ દિલ્હી લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશનના ગેટ નં-૦૧ પાસે પાર્ક કરેલ ફોરવ્હીલ કારમા થયેલ બોમ્બ બ્લાસ્ટ અનુસંધાને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારૂ પેટ્રોલીંગ/બંદોબસ્ત રાખવા તેમજ કોઇ પણ સંદિગ્ધ જણાય આવ્યેથી કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જે મુજબ,
દિલ્હીમાં થયેલ બોમ્બ બ્લાસ્ટ અન્વયે પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ નાઓના માર્ગદર્શન હેઠળ વાહન ચેકીંગ, હોટેલ ધાબા ચેકીંગ, સંદિગ્ધ ઇસમો ચેકીંગની કાર્યવાહી હેઠળ ગઇ તા.૧૨/૧૧/૨૦૨૫ ના રોજ હકીકત મળેલ કે, નવાબંદર ગામમાં કોઇ બહાથી અજાણ્યા ઇસમો આવેલ છે. અને જે નવાબંદર મદ્રેશામાં રોકાયેલ છે. તેવી હકીકત ઇ/ચા પોલીસ ઇન્સ. એચ.એલ.જેબલીયા નાઓને મળતા નવાબંદર ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ કોન્સ. દિલીપસિંહ લખાભાઇ ચાવડા તથા કનુભાઈ ભાયાભાઈ બાંભણીયાનાઓને હકીકતથી વાકેફ કરી તપાસ/ખરાઇ કરવા સમજ કરતા નવાબંદર ગામે મદીના મસ્જીદના સંચાલક મહમદઅમીન આજમમીયા બહારૂની રહે.નવાબંદર સૈયદવાડા તા.ઉના વાળાએ પોતાની મસ્જીદમા જમ્મુ કાશ્મીર રાજયમાંથી આવેલ શ્રમીકો/કામદારોનો કોઇ પણ પુર્વ ઇતિહાસ, નાગરીકતા તથા ઓળખ કરાવ્યા સિવાય પોતાના હવાલાની મસ્જીદ/સંસ્થામાં ત્રણેય ઇસમોને આશ્રય આપી લગત પોલીસ સ્ટેશનને કોઇ પણ જાણ કર્યા વગર કે કોઇ પુર્વ ઇતિહાસ, નાગરીકતા તથા ઓળખ કરાવ્યા વગર આશ્રય આપી મે.જીલ્લા મેજી.સા. ગીર સોમનાથના જાહેરનામા નં.એમએજી/ના.વે/ જાહેરનામુ/૫૧૧(૨)/૨૦૨૫ તા.૧૧/૧૧/૨૦૨૫ ના જાહેરનામાનો ભંગ કરેલ હોય તેના વિરૂધ્ધ ભારતીય ન્યાય સહિતા- ૨૦૨૩ ની કલમ - ૨૨૩ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ Θ.
પકડાયેલ આરોપીઃ-
મહમદઅમીન આજમમીયા બહારૂની ઉ.વ.૬૦ ધંધો મચ્છીનો વેપાર/મસ્જીદના સંચાલક રહે, નવાબંદર સૈયદવાડા તા.ઉના. જી.ગીર સોમનાથ
પુછ પરછ કરેલ ઇસમો:-
(૧) મકસુદ અહેમદ ખાલીદ હુશેન ઉ.વ.૩૭ ધંધો ખેતી તથા મસ્જીદમાં હેલ્પર તરીકે રહે.મોહરા બસીયા ગામ તા.સુરનકોટ જી.પુછ (જમ્મુ કશ્મીર)
(૨) મકસુદ અહેમદ અબ્દુલ લતીફ ઉ.વ.૩૧ ધંધો મદ્રેશામાં પ્રાઇવેટ નોકરી રહે મોહરા બચાઇ ગામ ધર નં.૬૨ તાલુકો જીલ્લો પુછ ( જમ્મુ કશ્મીર)
(3) જાવેદ એહમદ મહમદ રસીદ ચૌહાણ ઉ.વ.૪૦ ધંધો ખેતી તથા મદ્રેશામાં પ્રાઇવેટ નોકરી રહે ચંડકગામ જીલ્લો/તાલુકો પુછ જમ્મુ કાશ્મીર
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ