
ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) : અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ – 2025ના પ્રતિષ્ઠિત મંચ પર લેખક જય પટેલ અને જાણીતા ફિલ્મમેકર અભિષેક દુધૈયા દ્વારા રચિત પુસ્તક ‘બેરિસ્ટર શ્રી પટેલ’ નું ભવ્ય વિમોચન યોજાયું. વિમોચન સમારંભમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા.
વિમોચન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લેખકોને અભિનંદન પાઠવ્યા હતા.
લેખક જય પટેલ અને સહ-લેખક અભિષેક દુધૈયાએ પુસ્તકના સર્જન વિશે વાત કરતાં જણાવ્યું કે, આ પુસ્તક એક એવા વ્યક્તિત્વની પ્રેરણાદાયક સફર રજૂ કરે છે જે લાંબા સમયથી ગુજરાતી સમાજમાં જાણીતું હોવા છતાં લેખિત સ્વરૂપમાં પૂરતી રીતે પ્રકાશિત થયું નહોતું. તેઓએ જણાવ્યું કે, Ahmedabad International Book Festival જેવા પ્લેટફોર્મ પર પુસ્તકનું વિમોચન થવું તેમના માટે ગૌરવની ક્ષણ છે.
આ પ્રસંગે સાહિત્યપ્રેમી, વાચકો, લેખકો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કાર્યક્રમનું સંચાલન ફેસ્ટિવલના આયોજકમંડળે કર્યું અને અંતે ઉપસ્થિત મહેમાનોને આભાર માનવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ